Monday 16 January 2012

Rajkot's First Meeting On 18th December 2011

http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-unemployed-librarian-since-one-and-half-decade-state-not-recruiting-2650975.html?OF7




Source:
Divya Bhaskar News, Rajkot   |   Last Updated 12:42 AM [IST](19/12/2011


 નોકરીવાંચ્છુઓએ દેખાવ, ધરણાં કર્યા

ગુજરાતમાં વિકાસ પ્રગતી અને રોજગારીની તકોના વ્યાપ અંગે સરકાર દ્વારા ગુલાબી ચિત્ર રજુ કરાતું રહે છે ત્યારે વાસ્તવિક્તા એ છે કે, હજારો શિક્ષિત યુવાનો નોકરી માટે ખોળો પાથરતાં રહે છે. અને તેમ છતાં તેમનો કોઇ ભાવ પણ પૂછતું નથી. એવું એક ક્ષેત્ર ગ્રંથપાલનું છે. 

ગ્રંથપાલના કોર્સ કરીને નોકરી મેળવવાના સ્વપ્ન જોતાં યુવાનો સરકારની સંવેદનહીન નીતિનો ભોગ બન્યા છે. રાજ્યમાં છેલ્લા દોઢ દાયકાથી શાળા-કોલેજો કે ગ્રંથાલયોમાં ગ્રંથપાલોની 
ભરતી જ નથી થઇ. આજે આ મુદ્દે લાયબ્રેરી એસો. ઓફ ગુજરાતના નેતા હેઠળ બેકાર યુવાનો, યુવતીઓએ દેખાવ અને ધરણાં કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં ૧૯૯૮થી ગ્રંથપાલની ભરતી નથી થઇ. ૫૮ સરકારી કોલેજોમાં પણ ગ્રંથપાલ માટેના દ્વાર બંધ થયેલા પડ્યા છે. રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં પણ છેક ૧૯૯૩થી ગ્રંથપાલની ભરતી બંધ છે. રાજ્ય સરકારી ગ્રંથાલયોમાં ૩૦૦૦ ગ્રંથપાલોની જગ્યા ખાલી છે. 

ગ્રંથપાલોની જગ્યા ભરવા માટે સરકારમાં તમામ સ્તરે અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પણ સરકાર માઇ બાપે આંખ-કાન બંધ કરી દીધા છે. આ મુદ્દે બેકાર ગ્રંથપાલોએ આજે દેખાવો કરીને સરકારનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો હતો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.