ગ્રંથપાલ ની સરકારી
અને અનુદાનિત કોલેજો મા ભરતી છેલ્લા બે
દાયકા થી એક તો થય નથી અને વળી પાછી આ ભરતી આટલે વરસે આવી એમાં પણ ૩૬ જગ્યાઓં માટે
.કોલેજ ગ્રંથપાલ માટે લાયકાત છે નેટ/સ્લેટ અથવા પીએચડી. આપણી વિકાસમા માનતી સરકારે
લાયકાત તો આજ માંગી પણ પગાર રાખ્યો ૧૩૭૦૦ અને વર્ગ -૩ મા કરી રહી છે.કોઈ પ્રકારના
અનુભવ કે સંશોધનને મહત્વ નથી આપ્યું.આટલુ ઓછું હોઈ એમ પરીક્ષા લેવાના છે જેમાં ૬૦%
પરીક્ષાના અને ૪૦% મેરીટ ના.આ ઉપરાંત પરીક્ષાના સિલેબસ અને પૂછાનાર પ્રશ્નો વિષે
વિષમતા છે.પરીક્ષાની ભાષા વિષે કોઈ સ્પષ્ટતા નથી.પેપર સ્ટાઈલ નથી. નેટ/સ્લેટ
પરીક્ષા અને પીએચડી ની લાયકાત નુ શું મહત્વ છે?શું આ પોતાના સગા -વહાલોને નોકરી મા બેસાડી દેવા માટે
કરવામાં આવેલું કારસ્તાન નથી લાગતું? અંધેરી નગરી ગંડુ રાજા ,ટકે
શેર ભાજી ટકે શેર ખાજા.આ ભરતી કહી શકાય કે ભીખ?જો આ અન્યાયી નીતિ ચાલુ રાખવામાં આવશે તો આખા રાજ્યના
ગ્રંથપાલો ભેગા થય ને લડત આપશે.
ગ્રંથપાલ મિત્રો ને અનુરોધ કે પોતાના શહેર ના છાપામાં આ પ્રેસનોટ છપાય એવું કરવું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.